જેતુનબેન નામની મહિલા પતિની હત્યા કરવાના કેસમાં છેલ્લા 10 વર્ષથી રાજકોટ જેલમાં સજા કાપી રહી છે. 10 વર્ષમાં એકપણ દિવસ તે જામીન, ફર્લો કે પેરોલ પર બહાર નીકળી શકી નથી. તેના પરિવારજનો પૈકી કોઇ સંબંધી તેને જામીન પર છોડાવીને પોતાની પાસે રાખવા તૈયાર નથી. જેના કારણે તેની માનસિક અસ્થિરતા પણ વધી ગઇ છે. જેલ સત્તાધીશોએ પરિવારજનોનો સંપર્ક કરતા દીકરાએ પણ તેની માતાના જામીન માટે ઇન્કાર કર્યો હતો અને એવી રજૂઆત કરી હતી કે, તેણે મારા પિતાની હત્યા કરી છે તેથી તેના જામીન માટે કે રાખવા અમે તૈયાર નથી.કોર્ટે એવી ટકોર કરી હતી કે, મહિલા કેદીની સ્થિતિ અત્યંત કમનસીબ અને દયનીય છે. તેની માનસિક અસ્થિરતાની સ્થિતિ જોતા કોર્ટ તેની મદદ કરવા ઇચ્છે તો પણ કોને આધારે મહિલાને છોડી શકે? જેલના સત્તાધીશોએ તમામ સગા સબંધીનો સંપર્ક કરીને તેમને જામીન પર લઇ જવા કહ્યુ હતુ પરતું નજીક કે દૂરના સંબંધીઓ તેને લઇ જવા તૈયાર નથી. છેવટે તેને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો છે.સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં પતિની હત્યા કરી દેનાર મહિલાને પરિવારજનો પૈકી કોઇ પણ જામીન પર છોડાવવા તૈયાર નહી થતા જેલ સત્તાધીશો દ્વારા તેની માનસિક અસ્થિરતા અંગે કોર્ટમાં જામીન માગવામાં આવ્યા છે. જસ્ટિસ એ.જે દેસાઇની ખંડપીઠે માનવીય અભિગમ દાખવીને માનસિક અસ્થિર મહિલા કેદીને રાજકોટ જેલમાંથી સાબરમતી જેલમાં લાવીને મેન્ટલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આદેશ કર્યો છે. મહિલા કેદીને 4 મહિના સુધી ફરીથી જેલમાં નહી પરતું હોસ્પિટલમાં સારવાર આપવા ખંડપીઠે આદેશ કર્યો છે.
Home > Saurashtra > Surendranagar > સુરેન્દ્રનગર :પતિની હત્યા કરવા બદલ 10 વર્ષથી જેલમાં બંધ મહિલાને માનવતાના ધોરણે મેન્ટલ હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવો