વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બરે ટેલિફોન પર ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે 30 ઓગસ્ટે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ રાજદ્વારી સલાહકાર ડૉ. અનવર ગર્ગશની મેજબાની કરી હતી.સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ આ અઠવાડિયે ભારત આવી શકે છે. વિદેશ મંત્રી તરીકે તેમની પહેલી ભારત યાત્રા હશે. બંને દેશો વચ્ચે અફઘાનિસ્તાન અને તાલિબાનના મુદ્દે વાતચીત થવી સંભવ છે. સાઉદી અરબે હાલ અફઘાનની સ્થિતિ પર મૌન તોડ્યુ છે. તેમણે તાલિબાનની સાથે જોડવા માટે કોઈ જલ્દબાજી કરી નથી.
ઈરાનના ન્યુઝે દાવો કર્યો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે. કે વિપક્ષી અથવા પ્રતિદ્વંદી અનુસાર બિન સલમાનના કાર્યાલયો અને મંત્રાલયોમાં સાઉદી સરકારના નજીકના સૂત્રોએ કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટમાં આઈ.એસ.આઈ.એલ આતંકવાદી સમૂહ માટે સાઉદી ક્રાઉન પ્રિન્સના સમર્થનની પુષ્ટિ કરી છે. આ સંદર્ભમાં સાઉદી વિદેશ મંત્રીનો 19 સપ્ટેમ્બરે ભારત આવવાનો કાર્યક્રમ છે. પ્રિન્સ ફૈઝલ બિન ભારતીય વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી શકે છે. અગાઉ એસ જયશંકર યુએનજીએ અને ક્વાડ શિખર સંમેલન માટે ન્યુયોર્ક રવાના થશે.