અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજે જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…

Amreli

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી

પત્રમાં જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખૂબ સારી કામગીરી કરે છે .પરંતુ ઘણીવાર અતિરેકતમાં પોલીસ ગુનાહિત કામગીરી કરે છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતાં યુવાન કાના ભાઈ ગોવિંદભાઈ કેશવાલા ને તા.૨૯/૮/૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે પોલીસ દ્વારા કોઈ પણ અદાલતી વોરંટ વગર ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તેમના ઘરના સભ્યો અને કાનાભાઇ ને ગાળો આપી નાના ભાઈને અમાનવીય ઢોરમાર મારવામાં આવે છે દેશની રક્ષા માટે ફરજ બજાવતા આર્મી જવાન સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરનાર આ પોલીસ કર્મીઓ અને તેમના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને વીડિયોમાં દેખાતા તમામ પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ ડિસમિસ કરવામાં આવે અને ભારતીય પીનલ કોડની કલમ: ૧૦૮,૫૦૬(અ),૩૨૫,૧૯૨,૧૬૬,૧૬૭,૧૪૯,૧૪૧, એને ૧૨૪ (ક) મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમ સમસ્ત કોળી સમાજ જાફરાબાદ દ્વારા પ્રજના રાજ્યપાલને રજૂઆત કરાઇ હતી. અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર,. જાફરાબાદ તાલુકા બજરંગ દળ પ્રમુખ મનહરભાઈ બારૈયા., ગૌવ રક્ષણ વિરેન્દ્ર સિહ જાડેજા., વિશ્ર્વ હિન્દુ પરિષદ જાફરાબાદ તાલુકા પ્રમુખ કમલેશભાઈ સાખટ , કોળી સમાજ યુવા આગેવાન વિક્રમભાઈ સાખટ, કોળી સમાજ અગ્રણી ગોપાલભાઈ પરમારના મનુભાઈ પરમાર જાફરાબાદ, અરજણભાઈ બાભણિયા, ભુપતભાઈ સાંખટ બાબરકોટ, ગુણાભાઈ શિયાળ, તેમજ જાફરાબાદ વિશ્ર્વ હિન્દુ પરિષદ ટીમ અને કોળી સમાજના આગેવાનો સાથે કોળી સમાજના યુવાનો જોડાઈ ને સમર્થન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *