પંચમહાલના શહેરા નગરપાલિકાના ટાઉન હોલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો..

Panchmahal

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ

શહેરા નગરપાલિકાના  ટાઉન હોલ  ખાતે યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા  આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ  ચેરમેન યોગ સેવક શિશપાલ  અને યોગ  પ્રભારી  લક્ષ્મણભાઈ ગુરવાણીની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ  બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલનુ જિલ્લાના યોગ ટ્રેનરો દ્વારા પરંપરા મુજબ સાફો પહેરાવીને સાલ ઓઢાડી ને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો   તેમજ  યોગ કોચનું પણ પુષ્પગુચ્છ અને યોગની પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતું.  ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને યોગ સંવાદ  કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ યોગ સેવક શિશપાલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં યોગ  શહેર તેમજ ગામે-ગામે સુધી પહોંચાડવા માટેનું ભગીરથ અભિયાન આદર્યું છે.રાજ્યમા પચાસ હજાર યોગ  ટ્રેનરોના માધ્યમથી પાંચ લાખ લોકોને યોગ કરતા કર્યા છે ગ્રામીણ વિસ્તારમાં પણ યોગનું મહત્વ મળે તે માટે તેઓ તાલુકા મથક ખાતે યોગ સંવાદ કાર્યક્રમ કરી રહયા છે. આ યોગ સંવાદ કાર્યક્રમમાં દેવગઢ બારીયાના બે નાના બાળકો સોહાની અને રીધમ સહિત અન્ય યોગ ટ્રેનરોએ યોગ નિદર્શન કરીને ઊપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *