છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામના જાહેરમાર્ગો કેટલા સમયથી બિસ્માર હાલતમાં..

Chhota Udaipur

રિપોર્ટર :-વિમલ પંચાલ નસવાડી

ગામના જાહેર માર્ગોમાં ગંદકી થવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.ચોમાસામાં આ જજૅરિત થઈ ગયેલા જાહેર માર્ગોપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગો પર ઠેરઠેર કીચડ અને ગંદકી થઇ જવાને કારણે સ્થાનિક રહીશો વાહનચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આ જાહેર માર્ગોપર ગટરનૂ ગંદુ પાણી ભરાઈ જતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જર્જરિત થયેલા માર્ગો પર પાણી ભરાઈ રહેતા ગંદા પાણીનો કાયમી નિકાલ થાય તે માટે જરૂરી કામગીરી હાથ ધરવા માટે લોકો માંગણી કરી રહ્યા છે.ગામમાં લોક ચર્ચા એવી પણ થાય છે. કે આટલી ગ્રાન્ટો આવવા છતાં પણ વિકાસના નામે મીંડુ છે. તો બધા પૈસા ક્યાં જાય છે એ પણ રહીશો દ્વારા ચર્ચાય રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *