રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઊના શહેર તેમજ તાલુકામાં કોરોનાવાયરસ ની મહામારીને ઉના પોલીસ સ્ટેશનના જવાનો ખડે પગે રહી ને પોતાની ફરજ ધોમ તડકામાં નિભાવી રહ્યા છે આને જ્યારે સમગ્ર દેશ અને વિશ્વ કોરોનાવાયરસ ની મહામારીએ પગપેસારો કર્યોછે અને દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પેસ્ટ વધી રહ્યા છે તેને ડામવા ગુજરાત પોલીસ પણ લોકડાઉંનનું અમલીકરણ કરાવી રહ્યા છે અને ત્યારે સાથે સાથે માનવ સેવા પણ કરી રહ્યા છે ત્યારે ઉના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.વી. ચુડાસમા સાહેબ પણ માનવ સેવા એ જ પરમો ધર્મ ના સૂત્ર સાબિત કર્યું છે તેમજ ગરીબ અને અસ્થિર મગજના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરી અને માસ્ટ આપીને ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે બહારથી આવતા વતનમાં જે લોકોને કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા તે લોકોને ફ્રૂટ પેકેટ આપ્યાં હતાં ગાંગડા ચેકપોસ્ટ પર રહીને દિવસ-રાત ફરજ બજાવતા ઉના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.વી.ચુડાસમા સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફે સેવાની અનોખી મિસાલ જોવા મળી છે.