સરકારની ગાઈડલાઈન પ્રમાણે, માત્ર એવા મોતને કોરોના સંબંધિત ગણવામાં આવશે, જેમાં દર્દીનો RT-PCR ટેસ્ટ, મોલિક્યૂલર ટેસ્ટ, રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયેલો હોય તથા કોઈ હોસ્પિટલ અથવા ઘરમાં ડોક્ટરે તપાસ કરીને સંક્રમણની પુષ્ટિ કરી હોય. આવા દર્દીઓનું મોતનું કારણ કોરોના ગણીને ડેથ સર્ટિફિકેટમાં તેની જાણકારી આપવામાં આવશે. ઝેર પીને, આત્મહત્યા, હત્યા કે અકસ્માત સહિત અન્ય કારણોથી થયેલા મોતને કોરોના સંબંધિત મોત ગણવામાં આવશે નહીં, ભલે મૃત્યુ પામનાર દર્દી કોરોના સંક્રમિત હોય.
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા અનુસાર ICMRના એક અભ્યાસ મુજબ, કોઈ વ્યક્તિના કોરોના સંક્રમિત થયાના 25 દિવસોમાં 95% મોત થઈ જાય છે. નિયમોમાં ફેરફાર કરીને કોરોના ટેસ્ટની તારીખ અથવા કોરોના સંક્રમિત થયાના 30 દિવસની અંદર થનારા મોતને કોરોના સંબંધિત મોત ગણવામાં આવશે, પછી ભલે દર્દીનું હોસ્પિટલમાં અથવા ઘરે મૃત્યુ થયું હોય.
એવા દર્દીઓ જેમનું હોસ્પિટલમાં અથવા ઘર પર મોત થયું હોય અને જેમાં પંજીકરણ સંસ્થાને જીવન અને મૃત્યુ પંજીકરણ એક્ટ 1969(સેક્શન 10) પ્રમાણે મેડિકલ સર્ટિફિકેટનું ફોર્મ 4 અને 4A આપવામાં આવ્યું છે, માત્ર તેમના મોત જ કોરોના સંબંધિત ગણવામાં આવશે.