એલ.સી .બી પોલીસે કતલ કરવાના ઇરાદે લઇ જવાતા પશુઓને બચાવ્યા …

Godhra

ગોધરાના પોપટપુરા પાસેથી એલસીબી પોલીસે કતલ કરવાના ઇરાદે કતલાખાને લઇને જવાતા 6 મુંગા પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે ગોધરાના બી ડીવીજન પોલીસ મથકે ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.
પોલીસે 90 હજારની કિંમતની 6 ગાય, 2.50 લાખની કિંમતનું વાહન અને મોબાઈલ ફોન મળીને કુલ રૂા. 3.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે વાહનમાં ગૌવંશ ભરીને આવનાર ચાલક રાહુલ મોહનભાઈ કોળીની અટકાયત કરી હતી, પોલીસે ગોધરા શહેર બી ડિવિઝન મથકે પકડાયેલો ચાલક તેમજ આ ગૌવંશ મંગાવનાર ફેસલ બદામ વિરૂદ્ધ પશુ ઘાતકીપણાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવ્યો હતો.
એક સફેદ કલરની મહિન્દ્રા પિકઅપ ગાડીમાં કતલ કરવાના ઇરાદે ગાયો ભરીને હાલોલથી નીકળી ગોધરા તરફ જતા, એલસીબી પી.આઈ ને બાતમી મળતા પોપટપૂરા શાલીમાર હોટેલ નજીક નાકાબંધી ગોઠવીને વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા ગાૈવંશોને ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ખીચોખીચ ભર્યા હતા, પોલિસે 6 ગાયને કતલ થતાં ઉગારી લઈ પરવડી પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *