રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢની સરકારી બેરા મૂંગા શાળાનો એક વિધાર્થી મોડી રાત્રે હોસ્ટેલ માંથી નાસી છૂટ્યો હતો.
નવસારી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા જુનાગઢ ખાતે ટ્રાસ્ફર કરવામાં આવેલા આ બાળક જે સૂરજ નામનો બાળક ગુમ થયાની અરજી શાળા ના આચાર્ય દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં આપવામાં આવી હતી.
પોલીસ દ્વારા આ બાબતે આસપાસના તમામ પોલીસ મથકોમાં જાણ કરવામાં આવી હતી. જેને લઈ માંગરોળ પોલીસ સ્ટેશના પી.એસ.આઈ બી.કે ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલિસ કોન્સટેબલ સાગરસિંહ, હરેશભાઇ અને ભગતસિંહ પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન બસસ્ટેશન પાસે આવા શંકાસ્પદ બાળક પર નજર પડી હતી.
બાળકને તેનું નામ પૂછતા બાળક બોલી શકતો કે સાંભળી શકતો ન હતો જેથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અને તાત્કાલિક સરકારી બેરા મૂંગા શાળા જૂનાગઢ ને જાણ કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય નરેન્દ્ર ભાઈ મકવાણા અને સ્ટાફ તાત્કાલિક માંગરોળ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને બાળકનો કબજો લીધો હતો.
શાળાના સ્ટાફ દ્વારા પી એસ આઈ બી કે ચાવડા અને સ્ટાફનો આભાર માન્યો હતો.