પંચમહાલ સ્ટીલ કંપની દ્વારા પૂરું વેતન ન મળવા બાબતે પંચમહાલ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કાલોલ મામલતદાર ને લેખિત અરજી આપવામાં આવી

Kalol Latest Madhya Gujarat

સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો ના ધંધા રોજગાર ઠપ થઇ જતાં લોકો ખાવા પીવા માટે વલખા મારી રહ્યા છે આપણા દેશમાં જો એમ જોવા જઈએ તો બે જ વર્ગ ઘણા દુઃખી કહી શકાય એક જે ગરીબ અને મધ્યમવર્ગ જે આવી કોરોના ની ખુબજ કપરી પરિસ્થિતિમાં રોજગારી બંધ પડી જતાં તેઓ રોજીંદા જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ પૂરતી ન મળતાં જાણે ભૂખે ટળવળી રહ્યો છે પંચમહાલ જિલ્લા માં કાલોલ તાલુકામાં આવેલી પંચમહાલ સ્ટીલ ના કામદારો ની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે હાલ લોકડાઉંન માં સરકારના કેહવા પ્રમાણે કોઈ પણ કામદારો ને સંપૂર્ણ વેતન ચૂકવા ની જાહેરાત કરવામાં આવી છે પરંતુ કાલોલ ખાતે આવેલ પંચમહાલ સ્ટીલ દ્વારા કામદારો ને યોગ્ય વેતન ચુકવામાં આવ્યું નથી તથા કામદારો ને ૫૦ ટકા જ પગાર આપવામાં આવે છે આ બાબતે કામદારો દ્વારા સરકારી અધિકારીઓ નું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ તેમના દ્વારા પણ કોઈ પગલાં લેવાયા નથી તેવું પંચમહાલ જિલ્લા મજદૂર સંઘના વડા નું કહેવું છે
પંચમહાલ જિલ્લા મજદૂર સંગ સાથે મળી કામદારો દ્વારા કાલોલ મામલતદાર ને આ બાબતે લેખિત અરજી આપવમાં આવી છે સરકાર દ્વારા કામદારો ને ન્યાય મળશે કે પછી તેમના દ્વારા કરવામાં આવેલી રજુઆત વ્યર્થ જશે તે હવે જોવા નું રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *