હોસ્પિટલે આવી રહેલા મોટાભાગના દર્દીઓમાં ડેન્ગ્યુ અને વાઇરલ ફીવર સ્ક્રબ ટાઈફસ અને લેપ્ટોસ્પાયરોસિસના કેસો જોવા મળી રહ્યા છે. આ અલગ-અલગ પ્રકારના તાવ છે, જે બેક્ટેરિયા અને વાયરસના કારણે ફેલાઈ રહ્યા છે.
દેશનાં અનેક રાજ્યોમાં વાઇરલ ફીવરના કેસ વધતા જાય છે. યુપી-બિહાર અને મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડેન્ગ્યુ અને વાઇરલ ફીવરના કેસો ઝડપથી આવી રહ્યા છે. ચિંતાની વાત એ છે. દર્દીઓમાં બાળકો વધુ છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં રોજ સેંકડો લોકો વાઇરલ ફીવરની ફરિયાદો હોસ્પિટલે આવી રહી છે.જો કે, આ વાયરસ 10 દિવસથી વધુ સમય જીવિત રહી શકતો નથી. ડેન્ગ્યૂનો સામનો કરવા માટે કોઈ ખાસ ઈલાજ ઉપલબ્ધ નથી.દિલ્હીમાં ડેન્ગ્યૂના 125થી વધુ કેસો સામે આવ્યા છે. 2018 પછી આ સૌથી વધુ છે. 2018માં 137 કેસો સામે આવ્યા હતા. દિલ્હીની સાથે જ નોઈડા અને ગ્રેટ નોઈડાની હોસ્પિટલોમાં પણ તાવના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો આવ્યો છે. તાવના સૌથી વધુ કેસ બાળકોમાં દેખાય છે.
માત્ર તેના લક્ષણોને ઓળખીને તમે તેના પર અંકુશ મેળવી શકો છો. સામાન્ય રીતે ડેન્ગ્યૂના મચ્છર સાંજના સમયે પગ પર કરડે છે.ઉત્તરપ્રદેશની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. પ્રયાગરાજમાં 170થી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં સ્થિતિ એ છે કે એક બેડ પર 2-2 બાળકોનો એકસાથે ઈલાજ થઈ રહ્યો છે. લખનઉ, ફિરોઝાબાદ, મથુરા, એટા, ઈટાવા, સીતાપુર, બારાબંકી, કાસગંજ અને ફર્રુખાબાદ સહિત ઉત્તરપ્રદેશના 14 જિલ્લામાં તાવના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમાં મોટાભાગે બાળકો છે.