રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા ગોધરા હાઇવે પર આવેલા બસ સ્ટેન્ડ પાસે તેમજ તાલુકા પંચાયતની સામે પાનમની પાણીની પાઈપ લાઈન લીકેજ
મેન હાઈવે ઉપર વારંવાર લીકેજ થતાં વાહનચાલકો ને હાલાકી વેઠવાનો વારો આવે છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા તાલુકા પંચાયતની સામે પાનમની પાણીની પાઈપ લાઈન લીકેજ કામગીરી હાથ ધરી.
નવીન પાઈપ લાઈનની કામગીરી કરવાની વાતો તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે. પરંતુ નવીન પાઈપ લાઈન ની કામગીરી કયા કારણોસર કરવામાં આવતી નથી. આસપાસના રહીશો તેમજ રાહદારીઓ વહેલી તકે પાનમની પાણીની પાઈપ લાઈન વારંવાર લીકેજ થાય છે. જેના કારણે નવીન પાઈપ લાઈન નાખવાની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
