રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળમા પણ સિન્ધી સમાજ દ્વારા ઝુલેલાલ મંદિરે ૩૮ દિવસથી દરરોજ વિવિધ પુજાઅર્ચના,પલ્લવ સહીત વ્રત કરવા મા આવી રહ્યા છે તે દરમિયાન આજ રોજ પંચમહાલ જિલ્લા થી સિન્ધી સમાજ ના પુજનીય સાંઈ શેહરા વાલે ની સવારી માંગરોળ માં આવી પહોચી હતી ત્યારે સિન્ધી સમાજ પ્રમુખ નાનકરામ સોમૈયા. ઉ.પ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી સહીતના આગેવાનો સાથે સમાજના લોકો દ્વારા મુરલીધર વાડી ખાતે સાંઈજીનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે સત્સંગ સહીત સાંઈ શેહરા વાલે દ્વારા પોતાના મૂખારવિંદમાંથી સામુહિક સ્વરુપે વિશેષ પલ્લવ પુજન તેમજ ભગવાન ઝુલેલાલ ના સ્મૃતિ સ્વરૂપે યોજાતા ભેરાણા તેમજ ચાલીયાના વ્રતનું મહીમાગાન કર્યુ હતુ. આ અવસરે સાંઈજી દ્વારા માંગરોળ સિન્ધી સમાજ આગેવાન સેવાભાવી સ્વ.દુર્ગાદાસ ક્રિષ્નાણી ને યાદ કરતા બે મીનીટ નુ મૌન પાડી તેમની આત્મા ને શાંતિ મળે તેવી પ્રથના કરવામા આવી હતી.