ગુજરાત હાઇકોર્ટે બે અલગ-અલગ કેસમાં ૧૫ વર્ષીય અને ૧૭ વર્ષીય બે દુષ્કર્મ પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપી છે. ગાંધીનગર જિલ્લાના માણસા અને અમદાવાદના નિકોલ વિસ્તારની આ સગીરાઓની ગર્ભપાત પહેલાં અને પછી પણ શારીરિક અને માનસિક કાળજી લેવા અરજદારો અને તંત્રને તાકીદ કરવામાં આવી છે.અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી અને દુષ્કર્મનો ભોગ બનેલી ૧૫ વર્ષીય પીડિયાના માતા-પિતા તરફથી ગર્ભપાત માટે મંજૂરી માગણી કરવામાં આવી હતી. તેમની રજૂઆત હતી કે તેમની પુત્રીને હાલ ૨૦ સપ્તાહનો ગર્ભ છે અને તે બાળકને જન્મ આપવા શારીરિક અને માનસિક રીતે સક્ષમ નથી. ગાંધીનગર જિલ્લાના માણસાના કેસમાં ૧૭ વર્ષીય પીડિતા પણ ૨૦ સપ્તાહનો ગર્ભ ધારવતી હતી અને કોર્ટ સમક્ષની વાતચીતમાં તેણે ગર્ભપાતની ઇચ્છા દર્શાવી હતી.
