માળીયા હાટીના ગ્રામ્ય વિસ્તારોમાં COVID 19. થી મૃત્યુ પામેલાના પરિવારને ઘરે ઘરે જઈ મુલાકાત લેતા કોંગ્રેસ ધારાસભ્ય

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના માં covid19 ન્યાય યાત્રા અંતર્ગત માંગરોળ માળિયા હાટીના વિધાન સભા લાગતા તાલુકાના ધરમપુર,અમરાપુર(ગીર), .બાબરાગીર. અને જુના વાંદરવડ ગામમાં કોરોનાના કારણે મૃત્યું પામનાર મૃતકોના પરિવારના ઘરે જઈ માંગરોળ માળિયા ના ધારાસભ્ય બાબુભાઈ વાજા, AICC મેમ્બર શહેનાઝબેન બાબી, ઉપપ્રમુખ જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી અશોકભાઈ પિઠિયા, પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતી માળિયા હાટીના માલદેભાઈ પિઠિયા, તાલુકા પંચાયત સદસ્ય વલ્લભભાઈ, માજી તાલુકા પંચાયત સદસ્ય છગનભાઈ, ભયલુભાઈ, કાનભાઈ જોરા, રમેશભાઈ વાજા સહિતનાં આગેવાનો સાથે પરીવારજનોની ઘરે રૂબરૂ જઈ મુલાકાત કરી સાંત્વના પાઠવી.
તેમજ રાજ્ય સરકાર તરફથી કોરોનામાં મૃત્યુ પામનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારને ૪ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *