રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
જાફરાબાદ તાલુકાના વરશરૂપ ગામમાં મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જાફરાબાદ નજીક આવેલા વરાશરૂપ આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. અને અહી લોકો શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી વરાહ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
વરાશરૂપ માં લોકો મોટી સંખ્યામાં ભાદરવી અમાસની દિવસે આવે છે. અને મોટો મેળો ભરાય છે.
વરાશરૂપ મંદિર ના ટ્રસ્ટી ઓ દ્વારા અહી મેળો મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ શ્રદ્ધાળુ ભક્તો આવી પૂજા અર્ચના કરી અને દર્શન નો લાભ લીધો હતો સરકાર ની ગાઇડલાઈન મુજબ લોકોએ આવી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.