રિપોર્ટર ;જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ ઘેડીયા કોળી જ્ઞાતિ માંગરોળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા મુજબ આર્મી મેન કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા ને ઢોર માર મારવામાં આવ્યો છે. તેમજ તેમના માતા અને ભાઈને ઘરમાંથી ઢસડી જઈ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા છે. જેનો વીડિયો પણ વાઇરલ થયો છે.
આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા ઘેડિયા કોળી જ્ઞાતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે.
