2017માં શાળાના સંચાલકો દ્વારા રંગપુર ન્યુઝ નામથી યૂટ્યૂબ ચેનલ મારફત ન્યૂઝ ચેનલની શરૂઆત કરી હતી. આ ન્યૂઝની લીંક શાળા દ્વારા દરેક વાલીઓને સેન્ડ કરવામાં આવે છે. જેથી તેઓ પોતાના બાળકનું પ્રોગ્રેસ પણ જોઈ શકે. શાળામાં ન્યૂઝ ચેનલની તર્જ ઉપર દાતાના સહયોગથી સ્ટુડિયો ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ક્રોમા પડદો અને કેમેરા સેટઅપ લગાવવામાં આવ્યો છે. બાળકો મહિના દરમ્યાન થયેલા કાર્યક્રમ અને આયોજનના ન્યૂઝ બનાવી સોશ્યલ મીડિયામાં પ્રસિદ્ધ કરે છે.શાળામાં કુલ 189 જેટલા બાળકો હાલમાં અભ્યાસ કરે છે અને 6 શિક્ષકો ફરજ બજાવે છે. 1954માં શરૂ થયેલી આ શાળા ગ્રાન્ટેડ છે. સાથે જ આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નેશનલ ફેરમાં પોતાની કૃતિઓ રજૂ કરીને તેને માન્યતા પણ મેળવી છે. શાળા વિજ્ઞાનના મોડેલ બનાવીને ઓછામાં ઓછા ખર્ચામાં વિજ્ઞાનના પ્રયોગોના સાધનો થકી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના કોયડા ઉકેલી રહ્યાં છે.શાળાના આચાર્ય નીતિન પાઠકના જણાવ્યાં મુજબ શાળામાં દરેક વિદ્યાર્થીઓને વારાફરતી પ્રાર્થના કરવાની હોય છે. ત્યારે મોટાભાગે વિદ્યાર્થીઓ વારો આવે ત્યારે રજા પાડતા હતા, ત્યારે અમે તેમને મોબાઇલમાં ઓડિયો રેકોર્ડિંગ કરીને લેતા હતા. ત્યારબાદ અમે વિડિયો રેકોર્ડિંગ કરીને તે પ્રાર્થના ચલાવતા હતા પણ ધીરે ધીરે અમે શાળામાં થતી પ્રવૃત્તિના ન્યુઝ બનાવવાના શરૂ કર્યા અને હવે દરેક વિદ્યાર્થીઓનો સ્ટેજ ફીયર દૂર થયો છે અને હવે તેઓ પણ ન્યુઝ બનાવવા માટે ઉત્સાહી રહે છે.