સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા નિરંકારી સત્સંગ ભવન, ભુરાવાવ ખાતે નિરંકારી ભક્તો એ કોરોના કાળમાં‌ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક અનોખી સેવાનું કાર્ય કર્યું.

Panchmahal

રીપોર્ટર: વિજય બચ્ચાની દાહોદ

સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજરોજ ગોધરા નિરંકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ -19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું.
જેનું ઉદઘાટન ગોધરા મત વિસ્તારના ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી ના કમલો દ્વારા કરવામાં આવ્યું.
કોરોના વાયરસ કાળમાં‌ દરેક વ્યક્તિ ભયભીત છે. તેથી જ બ્લડ બેન્કમાં રક્તની ઉણપ સર્જાય રહી હતી. માટે સંત નિરંકારી મિશન આવા સેવાના સમાજ કાર્યોમાં હર-હંમેશ તત્પર રહે છે.
દાહોદ ઝોનના ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં ૧૯૮૬ થી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ૬૬૭૦ થી વધુ રક્તદાન શિબિર નું આયોજન કરી ૧૧,૨૮,૮૨૪ થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરીને માનવ જીવનને ઉગાર્યું છે.
તેમણે જણાવ્યું કે કોરોના કાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૦૦ યુનિટ રક્ત માનવતાના હિતમાં સમર્પિત કરવામાં આવ્યું છે.
અંતમા ગોધરા બ્રાન્ચના સંયોજક શ્રીમતી વિદ્યાદેવી એ આવેલ તમામ ધર્મપ્રેમીઓ અને રક્તદાતાઓ નો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *