વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરમાં શિક્ષણ આપનાર બે શિક્ષકો પ્રહલાદભાઈ પટેલ અને હીરાબેન મોદીના. પ્રહલાદભાઈ અને હીરાબેને નરેન્દ્ર મોદીને બાળપણમાં તેમના જીવનનું ઘડતર કર્યું અને આજે જ્યારે એ વિદ્યાર્થી દેશના વડાપ્રધાન છે. ત્યારે બન્ને શિક્ષક ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. આજે શિક્ષક દિવસ નિમિત્તે તેમણે નરેન્દ્ર મોદી એક વિદ્યાર્થી તરીકે કેવા હતા. અને તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. નરેન્દ્ર મોદી હંમેશાં કહેતા કે મારું નામ નહીં હોય તો પણ હું સ્પર્ધામાં ભાગ લઇશ, જોગીદાસ ખુમાણના પાત્ર માટે હરહંમેશ તેને જ યાદ કરવામાં આવતા હતા.નરેન્દ્ર મોદીના શિક્ષિકા હીરાબેને જણાવ્યું હતું કે મારું ઘર મોદીના ઘર સામે જ હતું. અમે પાડોશી હતા. એ સમયગાળા દરમિયાન અમારા અને મોદીની માતાના સંબંધો ખૂબ સારા હતા. મોદી ધોરણ ચારમાં સમયસર શાળાએ આવતા. હાલમાં PM મોદી દેશના વડાપ્રધાન છે. તો અમે ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ.
વડનગરમાં બી.એમ હાઈસ્કૂલમાં નરેન્દ્ર મોદીને ધો.9થી 11 સુધી શિક્ષણ આપનાર પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધોરણ નવથી ઉપરના બધા જ વિષયો પર ગુજરાતી અને સંસ્કૃત ભણવા માટે હંમેશા તૈયાર રહેતા. આમ તો અનેક વિદ્યાર્થીઓ શાળામાં હોય છે અને બધા પર આપણી નજર સુક્ષમ રીતે નથી હોતી પણ મોદી પર મારી નજર પહેલાંથી જ હતી, કારણ કે કેટલાક પ્રસંગો એવા પણ આવતા જેમાં મારો વિદ્યાર્થીઓ સાથેનો નાતો ઘનિષ્ઠ હતો.એમાં એનું એકાંકી નાટક એક જોગીદાસ ખુમાણ એ નાટકને આજે પણ વડનગરના કેટલાય માણસો એ પ્રસંગને યાદ કરે છે. કારણ કે એ પાત્રમાં મોદીએ તલવાર ખેંચી જબરદસ્ત અભિનય કર્યો હતો અને લોકોની વાહવાહી લૂંટી હતી.નરેન્દ્ર મોદીની એક ખાસ વાતને વાગોળતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી હંમેશાં કહેતા કે સાહેબ તમે કોઇપણ કાર્યક્રમ માટે જ્યારે નોટિસ ફેરવો અને અમુક દિવસમાં તમારે સ્પર્ધકોના નામ આપી દેવાના હોય ત્યારે હું આવ્યો ન હોવ કે પછી મને ખબર ન હોય તો પણ હું એ કાર્યક્રમમાં ભાગ લઇશ એમ માનીને તમારે મારું નામ લખી દેવાનું. બીજા વિદ્યાર્થીઓ કરતા નરેન્દ્ર મોદીમાં અલગ જ લાક્ષણિકતા જોવા મળતી. નવું કાઈ જાણવું હોય તો તૈયાર થઈ જાય. એકાંકી નાટક, વાર્ષિક પોગ્રામ, એમાં ભાગ લેવા તત્પર રહેતા.
