સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં સોમથી શુક્ર દરમ્યાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવી પડશે

Latest

RTE એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાક હાજરી આપવાની હોય છે. પરંતુ સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરનારા શિક્ષકો શાળામાં 8 કલાક પણ આપવા તૈયાર નથી. રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11 થી 5નો છે એટલે કે, 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. શિક્ષક સંઘો પણ શિક્ષકો સ્કૂલમાં 8 કલાક હાજરી આપી બાળકોની સારી કેળવણી કરી શકે તેના તરફેણમાં નથી. ત્યારે હવે રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે.RTE ના નિયમ અનુસાર દિવસના 8 કલાક અને અઠગુણોત્સવ 2.0મા પ્રસિદ્ધ થયેલા તારણો મુજબ રાજ્યની પ્રાથમિક શાળાના 64 ટકા જેટલા શિક્ષકો શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરતા નથી. આ સિવાય જે ગ્રેડિંગ સિસ્ટમ અપનાવાઈ છે, એમાં 0થી 25 ટકા પરિણામમાં D ગ્રેડ, 26થી 50 ટકા પરિણામમાં C ગ્રેડ, 51થી 75 ટકામાં B ગ્રેડ, 75થી 85 ટકામાં A ગ્રેડ તેમજ 86થી 100 ટકામાં A+ ગ્રેડ આપવાનું નક્કી કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી સ્કૂલોનું સરેરાશ પરિણામ 57.84 ટકા આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે. એકમ કસોટી યોજાયા બાદ જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય શિક્ષકોએ કરવાનું હતું, પરંતુ રાજ્યની 76 ટકા જેટલી શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ ન હોવાનું ગુણોત્સવ 2.0ના પરિણામમાં બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *