પંચમહાલના શહેરા તાલુકાના બોરીયાવી ચોકડી થી ગામ તરફ જવાનો રસ્તો એક વર્ષ ઉપરાંતથી બિસ્માર હાલતમાં

Panchmahal

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ

સરપંચ તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા ગામના અગ્રણી મહેન્દ્રસિંહ ગુલાબ સિંહ ડાભીને રજૂઆત કરવામાં આવી હતી.જેને લઇને મહેન્દ્રસિંહ ડાભીએ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને અને આર.એમ.બી.તંત્ર ને ગામનો અંદાજિત પાંચ કિ.મી સુધીનો નવીન રસ્તો વહેલી તકે બને તે માટે રજૂઆત કરતા આ રસ્તો મંજૂર થયો હતો. બોરીયાવી ચોકડીથી ગામ સુધીનો નવીન ડામર રસ્તાની કામગીરી શરૂ થતા ગ્રામજનો અને વાહન ચાલકોમાં ખુશીની લાગણી છવાઈ હતી. ગામના મંગળા ડાભી ના મુવાડાનુ મુખ્ય સ્મશાન તરફનો રસ્તો બિસ્માર હોવા સાથે અંતીમ યાત્રામા અહીથી પસાર થવામાં ડાઘુઓને ભારે તકલીફ પડતી હતી.સ્મશાન નો રસ્તો નવીન બનતો હોવાથી પહોળો કરવાની જરૂર હોવાથી રસ્તા પરનું દબાણ દૂર કરવા માટે ગુરૂવારના રોજ ગામના અમર સિંહ ખાંટ,અર્જુન ભાઈ ડાભી, સ્વરૂપ ભાઈ ડાભી ફૂલા ભાઈ ડાભી,મહેન્દ્રસિંહ ડાભી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ને ગ્રામ પંચાયતના સરપંચ જના ભાઈ નાયકને સ્મશાન તરફ જવાના રસ્તા પર બોલાવામાં આવ્યા હતા.

જાગૃત ગ્રામજનો દ્વારા નવીન બની રહેલા સ્મશાન તરફ જવાના રસ્તા પર સરકારી જમીનનુ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ગામના સરપંચ જના ભાઈ નાયકએ સી.સી.રસ્તા પર ના થાંભલા દૂર કરવામાં આવ્યા હોવાનુ ઉપસ્થિત ગ્રામજનો ને જણાવવા સાથે સરકારી જમીનનુ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી માટે લાગતી વળગતી કચેરીએ જાણ કરવામાં આવી છે. ગામમાં સ્મશાન તરફ જવાનો નવીન બની રહેલા રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ગામના અગ્રણી અને જાગૃત ગ્રામજનો ની માંગ ઉઠી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *