લાંબા વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના નવ તાલુકામાં મંગળવારની રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી સાર્વત્રિક વરસાદ વરસાવી દેતાં લોકો, ખેડૂતો સહિત સૌકોઇ ખુશખુશાલ થઈ ગયા છે. તો જિલ્લાના નવેય તાલુકામાં રાત્રિ દરમિયાન 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી અત્યારે 10 વાગ્યા એટલે કે ચાર કલાકમાં સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ગત રાત્રિથી સતત વરસી રહેલા વરસાદને કારણે મૂરઝાતા પાકોને નવજીવન મળ્યા ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વઘુ માંગરોળમાં 127 મિમી (9 ઇંચ) અને માળિયાહાટીનામાં 162 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસ્યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.જ્યારે આજે બુધવારે સવારે 6થી 10 (ચાર કલાક)માં જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા જોઇએ તો માંગરોળમાં 100 મિમી (4 ઇંચ), માળિયાહાટીનામાં 132 મિમી (5.5 ઇંચ), કેશોદમાં 57 મિમી (2 ઇંચ), જૂનાગઢમાં 7 મિમી, ભેંસાણમાં 18 મિમી (અડઘો ઇંચ), મેંદરડામાં 15 મિમી (અડઘો ઇંચ), માણાવદરમાં 34 મિમી (1.5 ઇંચ), વંથલીમાં 11 મિમી (અડધો ઇંચ), વિસાવદરમાં 18 મિમી (અડધો ઇંચ) વરસાદ વરસ્યો છે.
Home > Saurashtra > Junagadh > જૂનાગઢના માંગરોળમાં 8 કલાકમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ,