દાહોદ પીપલોદ આઉટ પોસ્ટના કોરોના યોદ્ધાઓને પોલીસ દ્વારા રાશન કીટ આપવામાં આવી

Dahod
રિપોર્ટર: વિજય બચ્ચાની, દાહોદ

વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે જેના કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં કોરોના કહેર વચ્ચે પોલીસ તંત્ર દિવસ રાત પોતાના સ્વાથ્યની ચિંતા કર્યા સિવાય ખડે પગે ઉભા રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે લોકડાઉનનુ ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે. આ કોરોના મહામારી ના સમયમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓ સહિત હોમગાર્ડ , જી.આર.ડી અને ટી.આર.બી ના સભ્યો પણ ફરજ બજાવી રહ્યા છે પીપલોદ આઉટપોસ્ટમાં ફરજ બજાવતા ૭૦ જેટલા હોમગાર્ડ તેમજ જી.આર.ડી સભ્યોને દેવગઢ બારીયાના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબના હસ્તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *