શહેરા ના મિઠાલી ગામ ખાતે પંદરવર્ષીય દીકરાએ ઝાડ ઉપર આપઘાત કર્યા બાદ માતાએ પણ જીવન ટૂંકાવી દીધું.

Panchmahal

રિપોર્ટર…. પ્રિતેશ દરજી પંચમહાલ….

.શહેરા તાલુકાના મિઠાલી ગામના પટેલ ફળિયામાં રહેતા રમેશભાઇ ખેતી કામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. સોમવારની સાંજે મનહર ને પોતાની માતા લલિતાએ સાઈકલ ફેરવવા ને લઈને ઠપકો આપતા તે ગુસ્સામાં આવીને પોતાના ખેતર તરફ જતો રહયો હતો. મંગળવારની સવારમાં લલીતા કુદરતી હાજતે ગઇ ત્યારે ખેતરમાં આવેલા બોરના ઝાડ ઉપર પોતાના પુત્ર ૧૫ વર્ષીય મનહરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. જેથી માતા લલિતા એ પણ પોતાના દીકરાને ઝાડ ઉપર લટકતા જોઈને તેને બોર ના ઝાડ ઉપર દોરડા વડે ગળે ફાંસો ખાઈ ને જીવન ટૂંકાવી દીધુ હતુ. રમેશ એ પોતાની પત્ની કુદરતી હાજત થી પરત નહી આવતા તે પોતાના ખેતરમાં જતા તેને પોતાની પત્નીની ને ઝાડ ઉપર લટકી જોઈ હતી. સાથે દીકરા ની લાશ પણ જોતા તેને બુમાં બૂમ કરતા આજુબાજુ માંથી બધા દોડી આવ્યા હતા.માતા અને દીકરાની લાશ ને પોતાના ઘરે લઈ જઈને ઘટનાની જાણ પોલીસ ને કરી હતી.

પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચોધરી સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.પોલીસે બનાવની જાણ મૃતક ના પિયર પક્ષ નાડા ગામ ખાતે કરતા તેઓ બનાવ સ્થળ ખાતે આવી પહોંચયા હતા.મૃતકના ભાઈ ભૂપત બારીઆ એ પોતાની બહેન લલિતા અને ભાણા મનહરની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ દ્વારા માતા અને દિકરાની લાશ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. બનેલા બનાવ ને લઇને સ્થળ ઉપર મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો સાથે મૃતકના સગા સંબંધીઓ ઉમટી આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર નિતીન ચૌધરી દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મૃતકના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પી.એમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે માતા અને દીકરાની હત્યા થઈ છે. કે પછી તેઓ એ આપઘાત કર્યો છે. પોલીસ મથક ખાતે બનેલો આ બનાવને લઇને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *