બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
આજ રોજ જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં રાજપીપળા નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કોરોનાની મહામારી ને કારણે રાજપીપળા નગરના મંદિરોમાં કોવિડ ની ગાઇડલાઇન સાથે દર્શન કરવાની સુવિધા કરવામાં આવી છે. અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રસીકરણ નું આયોજન રાખવામાં આવ્યું હતું. વિરજભાઈ પટેલે જણાવ્યું હતું કે ૩૦૦થી વધુ લોકો ને રસી મૂકવામાં આવી હતી. વિવિધ મંદિરોમાં કોવિડની ગાઈડ લાઈન સાથે દર્શનની સુવિધા કરવામાં આવી હતી. અને રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવના દર્શન નો ભાવીક ભકતોએ લાભ ઉઠાવ્યો હતો.
આ જન્માષ્ટમી ની ઉજવણીમાં રાજપીપળા નગરમાં કોવિડ ની ગાઈડલાઈન મુજબ કોરોના ની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું હતું કોરોના ની થીમ ઉપર ડેકોરેશન કરીને લોકો કોરોના વિરોધી રસીનું મહત્વ સમજે અને આગળ આવિને કોરોના રસી મુકાવે અને કોરોના ની ગાઈડ લાઈન નું પાલન કરે અને જાગૃત બને તે ઉદ્દેશ્ય સાથે કોરોનાની થીમ ઉપર ડેકોરેશન કરીને સમગ્ર વિશ્વમાંથી કોરોના નો નાશ થાય તેવી ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરવામાં આવી.