રાજસ્થાનના નાગૌરમાં ભયાનક અકસ્માત થતા ૧૧ લોકોના મોત.

breaking

રાજસ્થાનમાં સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં, જ્યારે 7 ઇજાગ્રસ્તની હાલત ગંભીર છે.નોખા બાયપાસ પર એક તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MP માટે ખસેડાયા. સામેથી આવતા ટ્રેલરે જીપને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતમાં ઘણા લોકોના મૃતદેહ જીપમાં જ ફસાયેલા રહ્યા હતા. અકસ્માત દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *