રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિક ભક્તોનો ધસારો દર્શન કરવા માટે જોવા મળ્યો હતો. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાથે આવતા મંદિરનું પરિસર હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યું હતુ. શ્રાવણ માસ નો ચોથો સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોવાથી દર્શન કરવા માટે ભાવિક ભકતોનો ભારે ધસારો રહ્યો હતો.વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે જન્માષ્ટમીનો મેળો ભરાયો હતો. તેમ છતાં મંદિર ખાતે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવ્યા હતા. મંદિર થી લઈને એક કિમી સુધી મહાદેવ ભક્તોનો મોટો પ્રવાહ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવતા નજરે પડી રહ્યા હતા. જન્માષ્ટમીના પર્વને લઇને અને શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ હોવાથી મરડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભક્તો અચૂક અહીં આવતા હોય છે.અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જન્માષ્ટમી પર્વને લઈને પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ બને તેને લઈને પોલીસ બંદોબસ્ત મંદિર ખાતે ગોઠવવામાં આવનાર છે. કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.