રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ.
પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. અહીં આવતા ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે મહાદેવ ના ભક્તોએ કોરોનાની મહામારી આવે નહિ અને વરસાદ આવે તે માટે પ્રાર્થના કરી હતી. મંદિર માં મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગવા સાથે મંદિરનું પરિસર હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યુ હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..