જન્માષ્ટમી પર્વે સોમનાથ મંદિર સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે.

Latest

આગામી તા.30 ઓગષ્ટને જન્માષ્ટમીના તહેવારમાં સોમનાથ મંદિર તથા અહલ્યાબાઈ નિર્મિત (જુના સોમનાથ) મંદિરમાં દર્શનનો સમય સવારે ચારથી સાડા છ, ત્યારબાદ સાડા સાતથી સાડા અગીચાર તેમજ બપોરે સાડા બારથી સાંજે સાડા છ અને રાત્રીના સાડા સાતથી રાત્રે દસ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેનાર છે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભીડભંજન મંદિર સવારે છ થી રાત્રે નવ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લાં રહેનાર છે. મંદિરમાં સરકારની કોવિડની ગાઇડલાઇન મુજબ દરેક શ્રદ્ધાળુઓને ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા વિનંતી છે. તમામ મંદિરમાં આરતીમાં પ્રવેશ બંધ રહેશે.
આ ઉપરાંત ભાલકા તીર્થ મંદિર તા.30 ઓગષ્ટ જન્માષ્ટમીના રોજ રાત્રે નવ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રે સાડા દસ વાગ્યાથી ટ્રસ્ટના ફેસબુક, યુટયુબ પેજ પર કરવામાં આવો સર્વે ભાવિકોને જન્માષ્ટમીનો ઉત્સવ ટ્રસ્ટના સોશિયલ મીડીયા મારફતે લાઇવ દર્શન કરવા વિનંતી છે. દર્શન માટે આવનાર ભાવિકોએ માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું રહેશે. સોમનાથ મંદિરમાં દર્શન માટેનો પાસ લેવો ફરજીયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *