પંચમહાલમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતાતુર બન્યા….

Panchmahal

રિપોર્ટર…. પ્રિતેશ દરજી.. પંચમહાલ..

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રીસાયેલા મેઘરાજાને મનાવવા માટે અવનવા ટુચકા કરવામાં આવી રહ્યા છે.મહિલાઓ પોતાના ઘરેથી ગાયના છાણને લાવીને મહાદેવ મંદિર ખાતે જઈને શિવલિંગ પર થાપ્યુ હતું.આમ કરવાથી વરસાદ આવતો હોવાની માન્યતા છે.. પંચમહાલ ના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતાતુર થયા છે. એક મહિનાથી વરસાદ નહિવત પરિસ્થિતિમાં હોવાથી ખેડૂતનો ખેતરમાં રહેલો મહામૂલ્ય પાક સુકાઈ જવાના આરે હોવાથી ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરતા હોય છે. શહેરાથી પાનમ ડેમ તરફ જવાના રસ્તા પર આવેલા ગઢ ગામની મહિલાઓ વરસાદ ખેચાતા ગામમાં બધી મહિલાઓ ભેગી થઇને જે ઘરે ગાય હોય ત્યાંથી ગાયનુ છાણ ભેગુ કરીને બધી મહીલાઓ પાંગળી માતાના મંદિર સામે ડુંગર પર આવેલા મહાદેવ મંદિર ખાતે ગયા હતા.મહિલાઓ એ શિવલિંગ પર ગાયનુ છાણ થાપ્યુ હતું.આમ કરવાથી વરસાદ આવતો હોવાની ગ્રામીણ વિસ્તારમાં લોક માન્યતા રહેલી છે. ગામમાં જે લોકો પાસે ગાયો છે. તે ઘરે જઈને મહિલાઓ એ ગાયના છાણને એકત્રિત કરી અને ત્યારબાદ મહાદેવના મંદિરે જઈને શિવલિંગ ઉપર સ્થાપે છે .ગઢ ગામે મહિલાઓએ વરુણદેવને રીઝવવા આ પ્રકારનો ટૂચકો કર્યો હતો. કાશી બેન, ચતુર બેન સહિતની મહિલાઓના જણાવ્યા અનુસાર જ્યારે પણ વરસાદ ખેંચાતો હોય ત્યારે અમે આમ કરતા હોઈએ છીએ અને વરસાદ આવશે એવી અમને આશા છે.વરસાદ આવ્યા બાદ દેવાધિદેવ મહાદેવને અભિષેક કરવામાં આવતો હોય છે. હાલ તો મેઘરાજાને મનાવવા માટે ગ્રામીણ વિસ્તારમાં આવા અવનવા ટુચકા કરવામાં આવી રહયા છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *