રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેર/તાલુકામાં કોરોના મહામારીને રોકવા માટે 15 થી વધુ ગામો અને 10 જેટલી સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે ગિરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકા,ગીરગઢડા તાલુકા તથા ઉના તાલુકા શહેરના અમુક વિસ્તારોમા કોરોના વાયરસ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા જીલ્લા મેજિસ્ટ્રેટ અજય પ્રકાશ દ્વારા 25 મેં સુધી તમામ કન્ટેનમેન્ટ એરિયાને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સૂચન પાલન ન કરનાર ને IPC એકટની કલમ 50 અને 60 ની જોગવાઈ મુજબ શિક્ષાપાત્ર થશે એવું જાહેરનામું બહાર પાડવામાં આવેલું ઉના,ગીરગઢડા તાલુકાના વાવરડા,યાજપુર,ના ઠેજ,ભાંચા,કંસારી,સોનારી,ભાડાસી,કેશરીયા, દેલવાડા,કાજડી,ખંઢેરા,નાળિયામાંડવી, ઝાંખરવાડા,રામપરા, અંજાર તેમજ ઉના શહેરમાં 10 સોસાયટી વિદ્યાનગર,બેન્કસોસાયટી,હુડકો,પારસ સોસાયટી,નવજીવન,દીવ સોસાયટી,મહાવીર નગર,જલારામ નગર,વિક્રમ નગર,ગોકુળ નગર આ તમામમાં વિસ્તારોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે