રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ
..શહેરા નગરમાં ભર ચોમાસે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. પાનમ ડેમ ખાતે પીવાના પાણીની મોટર બળી જતા નગરપાલિકાના એન્જિનિયર જીગ્નેશભાઇ શાહ દ્વારા તાત્કાલિક પાણીની મોટરનુ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યુ હતુ. નગરના શાન્તા કુંજ ,હોળી ચકલા,મુસ્લિમ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોને પાલિકા દ્વારા આપવામાં આવતુ પાણી બંધ થતા પાણી ભરવા માટે મહિલાઓને આમ તેમ ભટકવા નો વારો આવ્યો હતો. પાણી ની વિકટ સમસ્યા સર્જાતા જાગૃત નાગરીકો દ્વારા નગરપાલિકા તંત્ર ને રજૂઆત કરી હતી.જેને લઇને નગરપાલિકાના એન્જિનિયર જીગ્નેશભાઇ શાહ એ પાણી ની બૂમો વધુ ઉઠે નહી તે માટે પાણી ના ટેન્કર નગરના વિવિધ વિસ્તારમાં મોકલવામાં આવી રહયા હતા. પાલિકા દ્વારા મોકલવામાં આવેલા પાણીના ટેન્કર માંથી પાણી ભરવા માટે મહિલાઓની પડાપડી ના દ્રશ્યો જોવા મળી રહયા હતા. જોકે જરૂરિયાત મુજબ નું પાણી ના મળતા મહિલાઓનો આક્રોશ પાલિકાના સત્તાધિશો સામે જોવા મળ્યો હતો. અમુક નગરજનો મિનરલ વોટર ઠંડા જગ 20 રૂપિયા ખર્ચીને મંગાવા સાથે ઘર વપરાશ માટે પાણીના ટેન્કર પણ 500 રૂપિયા ખર્ચીને નાછૂટકે મંગાવી રહયા હતા. ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા નગરના વિસ્તારમાં જોવા મળી રહી હતી.તેવી જ પરિસ્થિતિ હાલ ભરચોમાસે જોવા મળવા છતાં નગર ના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાનું પણ પાલિકાના સત્તાધીશોએ વિચાર્યું ન હોવાનુ નગરજનો મા ચર્ચાઈ રહયુ હતુ. નગર વિસ્તારમાં પાણીની વિકટ ગંભીર પરિસ્થિતિ સર્જાય તે પહેલા જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથધરીને નગરજનોને નિયમિત પાણી મળે તે માટે નગરપાલિકાને આદેશ કરે તેવી આશા સ્થાનિક નગરજનો રાખી રહયા છે….