“આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ફીટ ઈન્ડીયા ફ્રીડમ ૨ કિલોમીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું

Chhota Udaipur

રિપોર્ટ:- વિમલ પંચાલ નસવાડી

રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત જીલ્લા સિનિયર કોચ ની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજીત “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ફીટ ઈન્ડીયા ફ્રીડમ ૨ કિલોમીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું જિલ્લામાંથી મોટી સંખ્યા માં દોડવિરો એ ભાગ લીધો દોડ નો પ્રારંભ લીલી જંડી રાષ્ટ્રીય વિજેતા તીરંદાજ જોઈન્ટ સેક્રેટરી ભારતીય તીરંદાજી સંઘ દિનેશભાઈ ભીલ ના હસ્તે કરવામાં આવ્યુ. નસવાડી ડેપો થી એસ. બી. સોલંકી હાઇસ્કુલ સુધી દોડ રાખવામાં આવી. ભારત દેશ નો દરેક નાગરિક વ્યાયામ યોગ અને દોડ થકી શારીરિક રીતે સશક્ત રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અનેકવિધ કાર્યક્રમો મનાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *