રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના પો.સ.ઇ.શ્રી તથા રૂપકબહાદુર બહોરા,કરશનભાઇ કલોતરા તથા ડ્રા.સમીરભાઇ નાઓએ વીરપુર ગામેથી સગીરવયની છોકરીના અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો-ફરતો આરોપી સુરેશ ચોથાભાઇ સોલંકી રહે. વીરપુર વાળો હાલ ભોગબનનાર સાથે ઉજવળા સ્ટેશન તા.ઉમરાળા જી.ભાવનગર ખાતે હોવાની મળેલ બાતમીના આધારે ત્યાંથી પકડી પાડી હાલમા ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોરોના અંગેની પ્રાથમીક મેડકલ તપાસણી કરાવડાવી વીરપુર પો.સ્ટે. ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.