હાલોલ નગરના કંજરી રોડ પર સરસ્વતી વિદ્યામંદિર પાછળ તુલસીવીલા સોસાયટીના મકાનમાં ૮૯,૦૦૦ ની ચોરી.

Halol Panchmahal

પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 89,000/- ની માલ મત્તા ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેમાં રક્ષાબંધન કરવા માટે પરિવાર મકાન બંધ કરીને જતા ચોરોને મોકળુ મેદાન મળી જવા પામતા ચોરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા. જેમાં અજાણ્યા ચોર ઈસમોએ તીજોરી તોડી તેના લોકરમાં રાખેલા રોકડા રૂપિયા 25,000/- સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ 89,000/- રૂ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હાલમાં હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલા ૧૧/ એ , તુલસી વિલા સોસાયટીમાં રહેતા વિજયસિંહ કરણસિંહ ગોહિલ વડોદરા ગત રવિવારે રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે પોતાના પરિવાર સાથે વતનમાં ગયા હતા, ગત મંગળવારે મોડી રાત્રે વતનમાંથી પરત આવ્યા ત્યારે, તુલસી વીલા સોસાયટી માં આવેલા તેમના મકાનના મુખ્ય દરવાજાની જાળીનું તાળું તુટેલી હાલતમાં પડ્યું હતું.

તેમજ સાઈડના દરવાજાનું તાળું અને ઈન્ટરલોક પણ તુટેલું હોવાથી, તેમને ચોરી થયા અંગેની શંકા જતાં, મકાનના બેડરૂમમાં તપાસ કરતા તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. તીજોરીનું લોક તુટેલું હતું તેમાં રહેલું લોકર પણ ખુલ્લું ને ખાલી હતું, લોકરમાં રાખેલી તેમની પત્નિનું સોનાનું લોકેટ, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી નંગ 3, સોનાની ચુની નંગ 4, નાનાં છોકરાની સોનાની વીંટી નંગ 3, સોનાની બંગડી નંગ ૨, ચાંદીની ઝાંઝરી 1 જોડ, ચાંદી ના સીક્કા નંગ ૪ સહિત રોકડા 25,000/-રૂ ની ચોરી થયા અંગે જણાઈ આવતાં, ગત બુધવારના રોજ તેઓ દ્વારા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા સોના ચાંદીના દાગીના ને રોકડા 25,000/-રૂ મળી કુલ 89,000/- રૂ ના મુદ્દામાલ ની ચોરી નો ગુનો નોંધી, અજાણ્યા ચોર ઈસમોને ઝડપી પાડવાની તજવિજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *