રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામે તુર્ક મુસ્લિમ સમાજની દીકરી ડોક્ટર બનીને MS જનરલ સર્જનની ડિગ્રી ધરાવતા સુન્ની જમાત કમિટી અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે નાંદરખી મુસ્લિમ યુવતી બેલીમ સાહિસ્તાબાનુંએ M. S. જનરલ સર્જનની ડિગ્રી પૂર્ણ કરતા તુર્ક મુસ્લિમ જમાત કમિટી તેમજ માધ્યમિક શાળા તરફથી વિવિધ મોમેન્ટ તથા ગિફટો આપી ડોક્ટર સાહિસ્તા બાનુંનું સન્માન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સન્માનના કાર્યક્રમ નાંદરખી ગામેં હુસેની ચોકમાં ધાર્મિક પ્રોગ્રામ ની સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મેહેમાન આચાર્ય કાસમખાન મસ્તર.તુર્ક જમાત કમેટીના પ્રમુખ હુશેનખા બેલીમ , સેરખાન બેલીમ, કસમખાન બેલીમ સહિત ના લોકો તેમજ ગ્રામ જનો દ્વારા બહોળી સંખ્યા માં હાજર રહી બૈલીમ સાહિસ્તા બાનું નું સન્માન કરવામાં આવ્યું હતુ
