PM મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા,

Narmada

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવવાની વાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ સમયે મોદી નર્મદા ઘાટની આરતી સહિત અન્ય 50 કરોડથી વધુના પ્રોજેક્ટો જેમાં ઇ કાર, ભૂલભૂલૈયા ગાર્ડન, સહિત પ્રોજેક્ટોને ખુલ્લા મુકશે. આ સાથે જંગલ સફારીની પણ વિઝીટ કરીને નવા બંગાળ ટાઈગરની જોડીને જોઈ શકે એવી હાલ શક્યાતા જોવા મળી રહી છે. તંત્ર આ બાબતે કોઈપણ જાતની સૂચના હોવાની વાત કરી રહ્યું છે. પરંતુ PMO માંથી CMOમાં વડાપ્રધાનની ગુજરાત, કેવડિયા મુલાકાતની તૈયારીઓની સૂચના મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *