રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા સર્વે આત્મા બંધુ ઓને રક્ષાબંધન કરાવતા હોઈ છે. અને વ્યસન મુક્તિ નો સંકલ્પ કરાવતા હોઈ છે. જેથી સમાજના સર્વે ભાઈઓ તન ની તંદુરસ્તી અને મન ની શાંતિ અને પ્રભુની શક્તિ નો અનુભવ ધરે અને બીમારીઓ ફૂટેઓમાંથી મુક્ત થાઈ તેવા લક્ષ થી ભાઈ બહેન ના નિસ્વાર્થ અને પવિત્ર રક્ષાબંધન નું મીઠી યાંદોમાં તહેવાર નિમિતે પ્રજા પતિ બ્રહ્મા કુમારી ઈશ્વર વિદ્યાલય ની બહેનો દ્વારા માંગરોળ એસ ટી વિભાગ ના મેનેજર અને કર્મચારીઓને રાખડી બાંધી પવિત્ર રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી. અને દર વર્ષે એસ.ટી ડેપોમાં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવતી હોઈ છે. તે બાબતે આ વર્ષે પણ પવિત્ર રક્ષાબંધન ની ઉજવણી બસ ડેપો ના મેનેજર અને ડેપો સ્ટાફ દ્વારા રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી હતી. અને સાથે સાથે પ્રજા પિતા બ્રહ્મા કુમારી દ્વારા ડેપો મેનેજર અને સ્ટાફ નો આભાર માન્યો હતો