રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ
આજે આ લોકડાઉનની પરિસ્થિતિ માં ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર બની ગયો છે. જેઓ ની હાલ ખુબજ ખરાબ પરસ્થિતિ સર્જાઇ છે જેઓ ભૂખે સૂઈ જતા હોય એવી બૂમો ઉઠવા પામી છે. અલગ અલગ રાજ્યોમાંથી એક બીજા રાજ્યો રોટલા રજળવા વતન છોડી ને જતા પરપ્રાંતીયો ફસાય જતા તેઓ પોતાના માદરે વતન જવા માટે તરફડી રહ્યા છે તો કેટલાક લોકો એ પોતાના વતન પરત ફરવા પગપાળા વતનની વાટ પકડી છે તો બીજી બાજુ આવા લોકોની વેદનાને વાચા આપનારા અને પોતાના જીવને જોખમમાં મૂકી સત્ય હકીકત ને લોકો સમક્ષ રજૂ કરનારા પત્રકારો પર ખોટા આરોપો લગાવી પત્રકારો ને કલંકિત ઠહેરાવવામાં આવે છે. વારંવાર પત્રકારો પર અસામાજિક તત્ત્વો દ્વારા હુમલા કરવામાં આવે છે પત્રકારોનો અવાજ દબાવવા.ના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. હાલમાં અમદાવાદના ફેસ ઓફ નેશન ન્યુઝ પોર્ટલ ના સંપાદક ધવલ પટેલ સામે કિન્નાખોરી રાખી રાજદ્રોહ નો કેસ દાખલ કરતાં સમગ્ર પત્રકાર આલમમાં રોષ ભભુકી ઉઠયો છે ત્યારે હવે પત્રકારોનું પોટિકુ એટલે કે પત્રકાર એકતા સંગઠન પત્રકારોના વ્હારે આવ્યું છે જે ધવલ પટેલ સામે ખોટો કેસ દાખલ કર્યો છે તેમજ બીજા ભરૂચ,અમદાવાદ, વડોદરા, કરજણ તેમજ નવસારી જેવા અનેક જિલલાઓમાં પત્રકારો સામે જે ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે તે કેસો પાછા ખેંચવાની માંગ સાથે આજે આમોદ પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ જાવેદ મલેક તેમજ સંગઠન સાથે સંકળાયેલા પત્રકારો દ્વારા આમોદ મામતદાર ને આવેનપત્ર પાઠવવા માં આવ્યું હતું અને પત્રકારો પર થતા અન્યાય તેમજ હુમલા ઓ ને રોકવા માટે વિશેષ રજુઆત કરવામાં આવી હતી.