બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની ભારત વર્ષના ૧૩૭ વિવિધ સંપ્રદાયોના સંગઠનની એક અગત્યની કારોબારી નડિયાદ સંતરામ મંદિર ના પ્રાંગણમાં યોજાઇ હતી. આ બેઠકમા કેન્દ્રીય પ્રદેશ મંત્રી જીતેન્દ્રઆનંદ સરસ્વતી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પ્રદેશના સંત કમિટીના પ્રદેશ અધ્યક્ષ નવતમ પ્રકાશ સ્વામીના અધ્યક્ષ સ્થાને એમના આયોજનથી અગત્યની બેઠક મળી હતી. જેમાં વિવિધ સંપ્રદાયોના મોટા મોટા સંતો મહંતો હાજર રહ્યા હતા. સંતો ને જરૂરિયાત મુજબ માર્ગદર્શન તથા પૂર્ણ સહકાર આપવા આ બાબતની ચર્ચા થઈ હતી. બેઠક ની અંદર ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી અને બેઠકમાં વિવિધ જિલ્લા કમિટી ની રચના થઈ હતી. દરેક જિલ્લામાં અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લામાં સંત સમિતિ ના અધ્યક્ષ પરમ પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજી ની નિમણૂક કરવામાં આવી હતી. અને તેઓ કહે છે,કે મને જે જવાબદારી આપી છે તે હું નિષ્ઠા પૂર્વક નીભાવિશ એવું જણાવ્યું હતું.