રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરામા રક્ષાબંધન પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે નગર પાલિકા વિસ્તારમાં આવેલા શિવમ સોસાયટી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે દિવ્ય રક્ષાબંધન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી , રેફરલ હોસ્પિટલના ડોક્ટર અશ્વિન રાઠોડ , નર્સ પ્રિયંકા પટેલ, પાલીકા પ્રમુખ ઊર્મિલા બેન નાયક, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના સુરેખા , રતન દીદી અને જ્યા દીદી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. બ્રહ્માકુમારી સુરેખા દીદી અને રતન દીદીએ કોરોનાના કાળમા ફરજ બજાવતા ઉપસ્થિત અધિકારીઓ તેમજ રેફરલ હોસ્પિટલના ડોકટર અશ્વિન રાઠોડ સહિત નર્સની કામગીરીને બિરદાવીને ને સાલ ઓઢાડી તેમને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને બ્રહ્માકુમારી સુરેખા દીદી અને રતન દીદીએ કોરોના ની ત્રીજી લહેર આવવાની શક્યતા હોય ત્યારે બધા એ સાવચેતી રાખવી જરૂરી હોવા સાથે જન જાગૃતિ સંદેશો આપ્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમ કોરોનાના ગાઇડલાઇન મુજબ ચુસ્તપણે પાલન પણ કરવામાં આવ્યુ હતુ.