મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલની પરિસ્થિતિ છે તેવી દેશમાં જળવાઈ રહે. ગુજરાતમાં છેલ્લા પાંચ કેસ પણ નાબૂદ થઈ જાય તેવી માતાજીને પ્રાર્થના.મેળો શ્રદ્ધાની દ્રષ્ટિએ યોજવો જોઈએ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પણ એટલો જ ગણાય.માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવચેતી પણ એટલીજ જરૂરી છે.જગતજનની માઁ અંબાના ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાનું મહત્વ છે. જો મેળો રદ થશે તો તંત્રને મંદિર પણ ફરજીયાત બંધ રાખવુ જ પડે તેવી સ્થિતિ સર્જાશે. સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ 2020માં કોરોનાની મહામારીને લઇ ભાદરવી મહા કુંભને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જયારે હવે મેળો શરૂ થવામાં 27 દિવસ બાકી છે.
ત્યારે અંબાજીમાં વિશ્વભરમાં વસતા માઇભક્તો માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવી શકશે કે કેમ ? તે બાબતે પણ ભારે અસમંજસ જોવા મળી રહી છે. બીજી તરફ ભાદરવી મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા પાંચ થી છ માસ અગાઉ જ મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવતી હતી. પરંતુ વર્તમાન સમયમાં વહીવટી તંત્રનો પણ કોઈ સળવળાટ જોવા મળતો નથી.