બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપલા કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને સુશ્રી સી.એન.ચૌધરી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના “ટીમ નર્મદા” ના અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા પ્રસાશન દ્વારા આયોજિત બેઠકમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની વિવિધ જોગવાઇ અંતર્ગત સરળ અને વિસ્તૃત જાણકારી સાથે ઉપયોગી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.