બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અનેસરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બાલવાડી યુનિવર્સિટિ સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર ખાતે ડૉ.જય પાઠકના નિર્દેશનમાં ચાલી રહેલી યોગટ્રેનર તાલીમાર્થીઓ દ્વારા 15 ઓગસ્ટ 2021 ના રોજ ભારતના ૭૫માં સ્વતંત્રતા પર્વના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની સ્થિત આરોગ્ય વનમાં આવેલા યોગ ગાર્ડન માં યોગાસન નું નિદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં 39 જેટલા તાલીમાર્થીઓ જોડાયા હતા. એમાં સૌથી નાની વયની આઠ વર્ષની નિધિ ટેલર અને સૌથી મોટાં ૬૮ વષૅના મંજુલાબેન પટેલ નો સમાવેશ થાય છે સૌ પ્રતિભાગીઓ એ રાષ્ટ્રધ્વજના ભગવા, સફેદ અને લીલા રંગનો ગણવેશ ધારણ કરીને ૧૫ ઓગષ્ટ ની સવારે 6 થી 8 ના સમય દરમ્યાન આ નિદર્શન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આરોગ્યવનના યોગગાડૅનના ઇતિહાસમાં આ પ્રકારનો વિધિવત પહેલો કાર્યક્રમ યોજાયો હતો.આ કાયૅક્રમની ઉજવણીનો આરંભ ૧૪ ઓગષ્ટથી થયો હતો આ તાલીમાર્થીઓ એ ૧૪ ઓગસ્ટ’ ૨૧ના રોજ શૂલપાણેશ્ર્વર ખાતે શિવાલયના પ્રાંગણમાં પણ યોગમુદ્રાનું સામુહિક નિદશૅન કયુઁ હતું.