કાબુલમાં સ્કૂલમાં પણ લૂંટફાટ થઈ રહી છે, એ તાલિબાનો કરી રહ્યા છે કે અપરાધીઓ; એનો ખ્યાલ નથી.

Latest

તાલિબાને અત્યારસુધી કોઈ સરકારી કર્મચારી કે એનજીઓના કર્મચારીઓને નિશાન બનાવ્યા નથી. જોકે લોકોમાં ડરનો માહોલ છે. કોઈને એ વાતનો ખ્યાલ નથી કે આગળ શું થશે અને તાલિબાન આગળ શું કરશે. મોટા ભાગનાં બજાર બંધ છે. લોકો ઘરમાં જ કેદ છે.અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના કમ્પ્યુટરને લૂંટવામાં આવ્યું છે. અને ત્યાં ઊભેલાં સરકારી વાહનોને પણ હથિયારધારી લોકોએ છીનવી લીધાં છે. આવું જ અકર ખાન વિસ્તારમાં થયું, જ્યાં હથિયારધારી લોકોએ વાહનને છીનવી લીધાં. હાલ એ માહિતી નથી કે લૂંટારુઓ તાલિબાન હતા કે કોઈ ગેંગના લોકો હતા, જોકે કાબુલમાં આવી ઘટનાઓ થઈ રહી છે.કાબુલ પર તાલિબાનનો કન્ટ્રોલ છે.

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રાજીનામું આપ્યું છે, જોકે ઈન્ટેરિમ સરકારની રચના હજી થઈ નથી. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈના નેતૃત્વમાં એક ટ્રાન્જિશન કાઉન્સિલ તાલિબાનોની સાથે મળીને સરકારના ગઠનનો પ્રયત્ન કરી રહી છે.કાબુલમાં પોલીસ અને સેનાએ કમાન તાલિબાનને સોંપી દીધી છે. વિવિધ જગ્યાએ તાલિબાન ફાઈટર તહેનાત છે. એક દિવસ પછી હવે ફરીથી એરપોર્ટ પર ઉડાનો શરૂ થઈ ગઈ છે.અમેરિકા સહિત અન્ય દેશોના લોકો ખૂબ જ ઉતાવળથી પોતાના લોકોને અહીંથી પરત લઈ જઈ રહ્યા છે

. એમ છતાં અફઘાનિસ્તાન સરકારનો હિસ્સો રહેલા લોકો છુપાયેલા છે.તાલિબાનનું કહેવું છે કે તે કોઈની સંપત્તિ છીનવી રહ્યા નથી, જોકે અપરાધીઓ જરૂર સક્રિય છે, જે અફરાતફરીના માહોલનો ફાયદો ઉઠાવવા માગે છે. તાલિબાનનો કોઈ ખાસ પહેરવેશ નથી. તેઓ સાદા કપડાં જ પહેરે છે. તાલિબાન સલવાર કમીઝમાં જ હોય છે અને અહીંના સામાન્ય લોકો પણ સલવાર કમીઝ જ પહેરે છે. એવામાં કોણ તાલિબાન છે અને કોણ અપરાધી, એ ફરક કરવો અમારા માટે મુશ્કેલ છે. એને કારણે જ કાબુલના નાગરિકો સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *