પંચમહાલ ના શહેરા તાલુકાના લાભી ગામે ૫૦ વર્ષીય સાસુએ વહુ ના ત્રાસથી આપઘાત કર્યો .

Panchmahal

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ

પંચમહાલ ના શહેરા તાલુકાના લાભી ગામ ખાતે રહેતા 50વર્ષીય ધનીબેન કાળુભાઈ વણકર ના છોકરાની વહુ જ્યોત્સના ગિરીશ વણકર સાથે કઈ ને કઈ બાબતે અવાર નવાર તકરાર થતી હતી. ઘરે મહેમાન આવ્યા હોવાથી ધનીબેન એ છોકરાની વહુ ને ગાળો બોલવા માટે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો.વહુ ના ત્રાસ થી ૫૦ વર્ષીય સાસુ ધનીબેન વણકરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ મથક ખાતે બનેલા બનાવની જાણ થતા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી રાઠવા સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે આવીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વહુ એ સાસુની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા પોલીસે આ બનેલા બનાવની ઝીણવટભરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ મથક ખાતે મૃતકની દીકરી વર્ષાબેન એ પોતાની સગી ભાભી સામે ફરિયાદ નોધાવતાં પોલીસે 306સહિત અન્ય કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.. જ્યારે આ બનેલા બનાવને લઇને મૃતકના પિયર પક્ષ દ્વારા આરોપી વહુના પિયર પક્ષ વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *