કાલોલ નજીકથી રિક્ષામાં ગૌમાંસ લઇને જતાં એક મહિલા અને પુરુષ ઝડપાયા.

Panchmahal

કાલોલ તાલુકાના બોરૂ ગામેથી રિક્ષામાં ગૌમાંસ ભરીને કાલોલ તરફ આવનાર છે. તેવી બાતમી કાલોલ પોલીસને મળતાં પોલીસે બાતમીવાળી રિક્ષા ઉભી રાખીને તપાસ કરતાં રિક્ષા ચાલક સરફરાજ નાજીરભાઇ શેખ અને શબાનાબીબી જાવિદભાઇ બેલીમનાને પકડી પાડ્યા હતા. રિક્ષામાંથી મળી આવેલા થેલામાં તપાસ કરતાં 16 કિલો ગૌમાંસનો જથ્થો મળ્યો હતો.
કાલોલના બોરૂ ગામેથી કતલ કરીને ગાયનુ ગૌમાંસ વેચાણ કરવા રિક્ષામાં બેસીને કાલોલ તરફ આવતાં પોલીસે એક મહિલા અને એક પુરુષને પકડી પાડ્યા હતા. તેઓની પાસેથી થેલામાંથી 16 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવતા કાલોલ પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *