જીઓ મોબાઈલ કંમ્પની ટાવર ખેતરમાં ઉભા કરી વધુ ભાડું આપવાની લાલચ આપી નાણાં પડાવતી ગેંગ ઝડપાઈ.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હીથી ગેંગ ઝડપી.
ગેંગ દ્વારા મહીસાગર જિલ્લાના ચારણ ગામના ખેડૂતને વિશ્વાસમાં લઈને જીઓ કમ્પનીનો ટાવર ખેતરમાં ઉભો કરી વધુ ભાડું આપવાની લાલચ આપી 6.45 લાખની છેતરપીંડી કરી હતી.
જીઓ મોબાઈલ કમ્પનીનો ટાવર ખેતરમાં ઉભો કરવાની લાલચ આપી પ્રોસેસિંગ ફી પેટે ખેડૂત પાસે અલગ અલગ બેન્ક ખાતાઓમાં ૬.૪૫ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર બાબતે ગુન્હો નોંધી સઘન તપાસ હાથધરી દિલ્હીથી ગેંગના 5 ઇસમોની કરી ધરપકડ
ઝડપાયેલા ઈસમો પાસેથી રૂ.6.45 લાખ પૈકી 4.45 લાખ રૂપિયા કરાયા રિકવર.
ઝડપાયેલા 5 ઇસમોના રિમાન્ડ મેળવી તપાસ કરતા પંચમહાલના દામાવાવ પોલીસ મથકમાં નોંધાયોલો અન્ય એક ગુન્હો પણ ડિટેકટ થયો
દામાવાવ ખાતે પણ આ પ્રકારે ખેડૂત સાથે રૂ. 2 લાખની છેતરપીંડી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *