બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા
કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સટાઈલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ નું સ્વાગત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે 48 ખાતે કરવામાં આવ્યું.
પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશ ની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને કાર્યકરો, ભરૂચ જિલ્લાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રાનું ફટાકડા ફોડી ઢોલ-નગારા સાથે અને ફુલહાર વરસાવી કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી દર્શના બેનનું સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે પાલેજ જિલ્લા પંચાયતના સભ્ય , તાલુકા મંત્રી , પાલેજ તાલુકા પંચાયતના સંભ્ય , ભરૂચ લઘુમતી સેલના ઉપપ્રમુખ , , સહેજાદ જોલી, ઈરફાન બોબી દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, વાગરના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી ફતેસંગભાઈ ગોહિલ, મહામંત્રી વિનોદભાઈ પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમાએ હાજરી આપી.